ઘાસ બાળવાની દવા પી જતાં 20 વર્ષીય યુવતીએ જીવ ખોયો

copy image

copy image

ચકાર (કોટડા)મા ઘાસ બાળવાની દવા પી જવાથી 20 વર્ષીય યુવતીનું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ચકાર (કો.)માં આવેલા વાડી વિસ્તારમાં સ્થિત ઘરમાં રહેનાર એવી યુવતી દિશાબેને ભૂલથી ઘાસ બાળવાની દવા પી લીધી હતી. બનાવ અંગે જાણ થતાં તેમને તાત્કાલિક સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.