ખાંભલાના સીમમાં  કેબલ સહિત એક લાખના મુદ્દામાલની ચોરી તથા નુકસાનનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ ખાંભલા ગામના સીમ વિસ્તારમાં સ્થિત પવનચક્કીમાંથી કોપર કેબલ સહિત 1 લાખની ચોરી તેમજ આશરે રૂા. 95,000નું નુકસાન કરાયું હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. ખાંભલાના સીમ વિસ્તારમાં અયાના કંપનીની ત્રણ પવનચક્કીના દરવાજા તોડી તેમાંથી કોપર કેબલ તથા કન્ટ્રોલ કેબલ અને પેનલ તેમજ યુએસએસ ટ્રાન્સફોર્મરમાંથી કોપર ફ્લેકસીબલ બરા બારની અને ઓઈલ મળી કુલ રૂા. 1,00,000ની ચોરી કરી કોઈ અજાણ્યા ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે અજાણ્યા ચોરી ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી આગકની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.