નખત્રાણામાં બંધ મકાનમાંથી 1.20 લાખની મત્તા પર હાથ સાફ કરી ચોર ઈશમો થયા ફરાર

copy image

copy image

નખત્રાણામાં બંધ મકાનમાં ચોર ઈશમોએ ખાતર પાડ્યું હતું. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે જે અનુસાર આ બનાવના ફરિયાદી એવા રામેશ્વર પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા દશરથભાઈ વજુભાઈ ધરજિયાના મકાનમાં આ ચોરીનો મામલો થયો હતો.  ગત તા. 21-9ના રાતના સમયે ત્રાટકેલા ચોર ઈસમોએ સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા. 1.20 લાખનો મુદ્દામાલ પર હાથ સાફ કરી ફરાર થઈ ગયેલ હતા. આ મામલે પોલીસે અજાણ્યા ચોર ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.