સુરતમાં રત્ન કલાકારનો આપઘાત

copy image

copy image

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રત્ન કલાકારે એપાર્ટમેન્ટ પરથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ  સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા હીરાબાગ નજીક તિરુપતિ એપાર્ટમેન્ટમાં રહેનાર  રત્ન કલાકાર છેલ્લા 6 માસથી બેરોજગાર હતા ઉપરાંત છેલ્લા ઘણા સમયથી બીમાર પણ હતા. પોતાની આ સ્થિતિથી કંટાળી તેઓએ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ આદરી છે.