મે.પોલીસ મહા નિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓ નાઓના માર્ગદર્શન હેઠળ પુર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશન/જુગાર અંગેની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી જે.બી.બુબડીયા નાઓને બાતમી હકીકત મળેલ કે રામવાવ ગામનો લખુંભા મંગળસિંહ રાઠોડ રહે-સાયરાવાડી વિસ્તાર રામવાવ વાળાએ પોતાના એરંડાના ખેતરમાં વિદેશી અંગ્રેજીદારુ સંતાડીને રાખેલ છે તેવી સચોટ બાતમી હકીકત આધારે સદર બાતમી હકીકત વાળી જગ્યાએ એરંડાના ખેતરમાંથી વિદેશી અંગ્રેજીદારુ પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
હાજર ન મળી આવેલ આરોપીનુ નામ
(૧) લખુંભા મંગળસિંહ રાઠોડ રહે-સાયરાવાડી વિસ્તાર રામવાવ તા-રાપર કચ્છ
આ ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.બી.બુબડીયા તથા પો.સ.ઇ શ્રી પી.એલ.ફણેઝા તથા પો.હેડ કોન્સ નરેશભાઇ ઠાકોર તથા પો.કોન્સ વિજ્યભાઇ ઠાકોર, વિશનભાઇ ઢીલા,શકતિસિંહ જાડેજા, રાપર પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.