શિણાય નર્મદા કેનાલ નજીક બસે મોપેડને હડફેટમાં 23 વર્ષીય યુવાને જીવ ખોયો
copy image

શિણાય નર્મદા કેનાલ નજીક કટ પર બસે મોપેડને હડફેટમાં 23 વર્ષીય યુવાને જીવ ખોયો છે. ત્યારે આ ગોઝારા બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ જામનગરના પડાણાનો બલવેશ ઉર્ફે મારખી નામનો યુવાન અહી કામ ધંધા અર્થે આવેલ હતો. હતભાગી અંજારના વિજયનગરથી શિણાય બાજુ મોપેડ લ્યુના પર નર્મદા કેનાલ પાર કરી રહ્યો હતો તે સમયે કેનાલ પાસે માર્ગ ઓળંગતી વખતે બસના ચાલકે મોપેડને હડફેટે લેતાં આ યુવાન ઘાયલ થયો હતો. ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે પોલીસે નોંધ કરી આગળણીએ વધુ તપાસ આરંભી છે.