વડોદરામાં સીટી બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં મહિલા મુસાફરનું મોત

copy image

copy image

વડોદરામાં સીટી બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા મુસાફરનું મોત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે  વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે જે મુજબ, વાઘોડિયાના રવાલ ત્રણ રસ્તા નજીક આ ગોઝારો બનાવ બન્યો હતો. સીટી બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ ટ્રેલર સાથે અથડાઈ હતી. આ ભયાનક ટક્કર બાદ બસ રોડની બાજુમાં ગટરમાં ખાબકી હતી. અકસ્માત બાદ બસ ચાલક ફરાર થઈ ગયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.