વ્હેલ માછલીની ઉલટી તરીકે ઓળખાતા અંબર સાથે કચ્છના એક શખ્સ સહિત 2ની ધરપકડ કરી છે. ઝડપાયેલા અંબરનું વજન એક કિલો કરતા વધારે હતું અને માર્કેટ ભાવ પ્રમાણે તેની કિંમત 1.7 કરોડ રૂપિયા આસપાસ હતી. પોલીસે બાતમીના આધારે કચ્છના લલિત વ્યાસ નામના 44 વર્ષિય શખ્સની ધરપકડ કરી હતી. લલિતે આ જથ્થો નાગપુરના રાહુલ દુપારેને આપ્યો હતો. હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ અંબરની ખુબ ઉંચી માંગ છે. હાલ મુંબઈ પોલીસે તપાસ માટે એક ટીમ ગુજરાત મોકલી છે.