આર.ટી.ઓ.ની ઝુંબેશથી અકળાયેલાં ભુજના સ્કુલ વાહન ચાલકોએ આજથી સ્વૈચ્છિક બંધ પાળવાનું એલાન કર્યું છે. ભુજમાં અંદાજે 300થી વધુ છકડા, વેન, મેજિક, ઈકો વગેરે સ્કુલ વાહન તરીકે દોડે છે. ત્યારે સ્કૂલ વાહન ચાલકો આજે હડતાલ પર ઉતરતા વાલીઓ પોતાના બાળકોને સ્કૂલ મુકવા પહોંચ્યા હતા.
ઘેટા બકરાની જેમ બાળકોને વેનમાં બેસાડી જીવના જોખમે સવારી કરવી કેટલી હદે યોગ્ય છે અને કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદારી વાહન ચાલકો પોતાના શિરે લેશે તેવા સવાલો ઉઠવા પામ્યા છે.રિક્ષામાં 6 ની કેપીસીટી સામે 12 થી 14બાળકોને બેસાડાય છે તે હકીકત છે.