મોરબીઃ મચ્છુ ગામે કન્યાશાળામાં રસોઇ કરતી વખેત ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ


મોરબીના જેતપર મચ્છુ ગામે આવેલ કન્યાશાળામાં રસોઈ કરતી વખતે અચાનક ગેસનો બાટલો સળગ્યો હતો. સ્કૂલમાંથી બાળકો અને રસોઈ ઘરના બહેનોને સલામતી પૂર્વક બહાર કાઢી લેવાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જેતપર મચ્છુ ગામે આવેલ કન્યા શાળાના રસોઈ ઘરમાં આજે સવારે નિત્યક્રમ મુજબ રસોઈ કામ ચાલતું હતું. તે વખતે અચાનક ગેસના બાટલાની નલી ગરમ થઇ ગઇ હતી અને ગેસનો બાટલો લીકેજ થઈ જવાથી સળગ્યો હતો. આ ઘટનાથી નાસભાગ મચી ગઇ હતી. પરંતુ શિક્ષકોએ આ ઘટનામાં કાળજી પૂર્વકની સતર્કતા દાખવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *