ટ્રેકટરની ટકકરથી બુરાલના યુવકનું કરુણ મોત

ડીસાના બુરાલ ગામના યુવક પાલનપુર જઈ રહ્યો હતો.આ દરમ્યાન લક્ષમીપુરા પાસે ટ્રેકટર ચાલકે ટક્કર મારતા યુવકના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે ડીસા સિવિલ સિવિલમાં ખસેડાયો હતો.જ્યા ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કરતા પરિવારમાં આક્રદ મચ્યો હતો. ડીસાના બુરાલ ગામના ડાહ્યાભાઈ ચૌધરી ખેતી કરી ગુજરાન ચલાવે છે.તેમનો ૧૮ વર્ષીય પુત્ર મહેશ ચૌધરી સાયન્સમાં અભ્યાસ કરતો હતો.રવિવારે મહેશ ચૌધરી પાલનપુર જવા ઘરે નીકળ્યો હતો.આ દરમ્યાન લક્ષ્મીપુરા ગામ પાસે એક ટ્રેકટર ચાલકે ધડાકાભેર ટક્કર મારતા મહેશના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત સર્જી ચાલક ટ્રેકટર મૂકી પલાયન થઈ ગયો હતો.બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતાં.
