ભુજના હોસ્પિટલ રોડ ઉપર આવેલી કચરા પેટીમાં બાયો મેડિકલ વેસ્ટ (હોસ્પિટલોનો કચરો) ખાઈ રહેલી ગાયના સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલા વીડીયોએ ચકચાર સાથે ચર્ચા સર્જી છે બે દિવસ થયા વાયરલ થયેલા આ વીડીયોમાં ગાય કચરા પેટીમાં રહેલો બાયો મેડીકલ વેસ્ટ ખાઈ રહી છે જેમાં લોહી હોવાનું જણાઈ રહ્યું છે આ સમગ્ર ઘટનાનો વીડીયો ઉતારી લેનાર યુવાને આ અંગે મીડીયાનું ધ્યાન દોર્યા બાદ આ સમગ્ર બનાવ ચર્ચામાં આવ્યો હતો આ અંગે એક જાગૃત મીડીયા પ્રેમીએ આ વીડીયો સંદર્ભે જિલ્લા કલેકટર રેમ્યા મોહનનું ધ્યાન દોર્યું હતું નિયમ પ્રમાણે તમામ હોસ્પિટલોએ તેમની હોસ્પિટલના કચરાનો નિયમ મુજબ નિકાલ કરવાનો હોય છે, આ બાયો મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકી શકાતો નથી, તેનું કારણ છે, તેમાં દર્દીઓનું લોહી, દર્દીની સારવારમાં વપરાયેલ મેડીકલ વેસ્ટ હોય છે, જે લોકો માટે નુકસાન કારક હોઈ તેનો પદ્ધતિસર નિકાલ કરવાનો હોય છે જોકે, વાયરલ થયેલા વીડીયો જોઈને ચોંકી ઉઠેલા કલેકટર રેમ્યા મોહને આ ઘટનાને ગંભીર ગણીને તે અંગે નગરપાલિકા, આરોગ્ય વિભાગ તેમજ પોલીસતંત્રને તપાસ કરવા જણાવ્યું હતું જોકે, આ બાયો મેડીકલ વેસ્ટ કઈ હોસ્પિટલ દ્વારા ફેંકાયો છે, તે અંગે એક મીડીયા કર્મીએ બ્લડની બોટલને આધારે ભુજની જાણીતી લેબોરેટરી ભગત લેબોરેટરીનો કોન્ટેકટ કરતા આ બ્લડની બોટલ ભુજની જાણીતી વાયબલ હોસ્પિટલના દર્દીને અપાઈ હોવાનું જાણવા મળ્યું હતું