ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કચ્છ જિલ્લાના જાહેર કરેલ નોટીફાઇડ એરીયામાં પરવાનગી વિના પ્રવેશ કરનાર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી SOG પશ્ચિમ કચ્છ-ભૂજ

કચ્છ જિલ્લો દરિયાઇ અને જમીની રીતે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો હોય જેથી દેશની આંતરિક સુરક્ષા માટે વ્યુહાત્મક મહત્વ ધરાવે છે. જેની ગંભીરતાને ધ્યાને લઇ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય રાજપત્ર પ્રસિધ્ધ કરી કચ્છ જિલ્લાના અમુક વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર (નોટીફાઇડ એરીયા) તરીકે જાહેર કરવામાં આવેલ છે. તેમજ આવા નોટીફાઇડ એરીયામાં જતાં પહેલા અધિકૃત અધિકારીની પરવાનગી મેળવવી જરૂરી છે.

કચ્છ જિલ્લામાં થયેલ ઔધોગિક વિકાસ અને પર્યટન વિકાસના કારણે પરપ્રાંતિય ઇસમોની અવરજવર સ્થાયી વસવાટ વધવા પામેલ છે. જે બાબતને ધ્યાને લઇ શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા સદર નોટીફિકેશનની ચુસ્તપણે અમલવારી કરાવવા અને નોટીફિકેશનનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી.ના અધિકારીઓ/ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.

દરમ્યાન એક શંકાસ્પદ ઇસમની હિલચાલ પ્રતિબંધિત લક્કીનાળા વિસ્તારમાં જોવામાં આવેલ હોવાની હકિકત અન્વયે જરૂરી તપાસ કરી મજકુર પરિક્ષિતસિંહ વિજયસિંહ ગોહિલ, ઉવ. ૩૪, રહે. મુળ. ગામ. અવાણીયા, તા. ગોગો, જી. ભાવનગર, હાલ. રહે. આદીપુર, ડી.સી.૦૫, આદીપુર, તા. ગાંધીધામ વાળાને હસ્તગત કરી પૂછપરછ કરતાં તેણે કચ્છ જિલ્લાના નારાયણ સરોવર વિસ્તારમાં કોઇપણ અધિકૃત અધિકારીની પરવાનગી વિના પ્રવેશ કરેલ હોવાની હકિકત જણાયેલ. જેથી મજકુર ઇસમે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય રાજપત્રથી પ્રતિબંધિત જાહેર કરેલ કચ્છ જિલ્લાના અમુક વિસ્તારો પૈકી નારાયણ સરોવર પો.સ્ટે.ના લકકીનાળા વિસ્તારમાં કોઇપણ અધિકૃત અધિકારીની પરવાનગી વિના પ્રવેશ કરી કાયદેસરના નોટીફિકેશનનો ભંગ કરેલ હોય જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીની વિગત

પરિક્ષિતસિંહ વિજયસિંહ ગોહિલ, ઉવ. ૩૪, રહે. મુળ. ગામ. અવાણીયા, તા. ગોગો, જી. ભાવનગર, હાલ રહે. આદીપુર, ડી.સી.-૦૫. આદીપુર, તા. ગાંધીધામ

કામગીરી કરનાર અધિકારીશ્રી/કર્મચારીઓ

સદર કાર્યવાહી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ- ભુજના પો.ઇન્સ શ્રી એ.ડી.પરમાર, પી.સી.શીંગ રખીયા તથા પો.સ.ઈ.શ્રી ડી.બી.વાઘેલા, ટી.બી રબારી તથા એ.એસ.આઇ. દશરથભાઇ ચાવડા, રજાકભાઈ સોતા. પો.હે.કો. પ્રકાશભાઇ ચૌધરી, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા મહિપતસિંહ સોલંકીનાઓ દ્વારા કરવામાં આવેલ છે.