પોલીસ મહાનિરીક્ષકશ્રી ડી.બી.વાધેલા સાહેબ સરહદી રેન્જ, ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.બી.જાડેજા સાથે એલ.સી.બી.સ્ટાફના માણસો ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે અત્યંત ભરોસા લાયક બાતમી હકીકત મળેલ કે, જેષ્ટાનગર ગણેશ ચોક, કેમ્પએરીયા, ભુજ મધ્યે રહેતો જયેશભારથી હસમુખભારથી ગુસાઇ પોતાના રહેણાંકના મકાનમાં બહારથી ખેલોઓ બોલાવી નાલ ઉધરાવી ધાણી પાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડતા હોય જે બાતમી અન્વયે તુરંતજ વર્ક આઉટ કરી બાતમી હકીકત વાળી જગ્યાએ આવી રેડ કરતા આરોપીઓ. (૧) રાજેશ જીવરામ ભાનુશાલી, ઉ.વ.૪૫, રહે. વાધેશ્વરી ચોક, જેષ્ઠાનગર, ભુજ (ર) હરીભાઇ ગોપાલભાઇ આહીર, ઉ.વ.૪૦, રહે.સરસપર વાડી વિસ્તાર, તા.ભુજ (૩) મોહસીન સુલેમાન થેબા, ઉ.વ.૨૯, રહે.ન્યુ લોટર કોલોની, શ્રી મહાવિર જૈન સ્કુલની બાજુમાં, ભુજ તથા (૪) હર્ષદભાઇ રતિલાલ શાહ, ઉ.વ.પપ, રહે.વાણીયાનો ડેલો, વાણીયાવાડ, ભુજ વાળાઓને રોકડા રૂા.૪૦,૪૦૦/-તથા ધાણીપાસા નંગ-૦ર એમ કુલ્લે રૂપિયા ૪૦,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી તેમજ રેડ દરમ્યાન નાશી જનાર આરોપી નં.(૫) જયેશભારથી હસમુખભારથી ગુસાઇ, રહે.જયેષ્ઠાનગર, ગણેશચોક, કેમ્પએરીયા, ભુજ, નં.(૬)લાલો, રહે.જયેષ્ઠાનગર, ભુજ તથા નં.(૭) હીરેન ઉર્ફે બાટલી, રહે.જયેષ્ઠાનગર, ભુજ વાળા તમામ આરોપીઓ વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.