અંજારના વરસામેડી નજીક કેનાલમાં ડૂબી જતાં 17 વર્ષીય કિશોરે જીવ ખોયો

body

copy image

copy image

અંજાર તાલુકાના વરસામેડી નજીક કેનાલમાં પડી જવાના કારણે બિહારના 17 વર્ષીય કિશોર જીવ ખોયો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ બિહારમાં રહેનાર અક્ષય નામનો કિશોર બે માસ પૂર્વે પોતાના મોટા ભાઇ પાસે આવેલ અને અંજારના વરસામેડીની સોસાયટીમાં રહેતો હતો. ગત તા. 30/1ના સાંજના સમયે હતભાગી નર્મદા કેનાલની પાળ પર બેસીને મોબાઇલ પર વાત કરી રહ્યો હતો. તે સમયે અચાનક પગ લપસી જવાના કારણે પાણીમાં ગરકાવ થઈ તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.