મેઘપર બોરીચીમાં 40 વર્ષીય આધેડનો આપઘાત

copy image

copy image

અંજારના મેઘપર બોરીચીમાં 40 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, મેઘપર બોરીચીમાં મહાવીરનગરમાં આ આપઘાતની ઘટના બની છે. હતભાગી એવા જયરામ ભીલ નામના આધેડ પોતાના ઘરે હાજર હતા તે સમયે કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.