ચોરી થયેલ પશુધન સાથે આરોપીઓને પકડી પાડી વણશોધાયેલ ગુનો શોધી કાઢતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ. મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જીલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પો.હેડ.કોન્સ. લીલાભાઈ દેસાઇ, મુળરાજભાઇ ગઢવી, રાજેશભાઈ ગઢવી માંડવી મરીન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૦/૨૦૨૬ બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના આરોપી શોધવા માંડવી તાલુકા વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇનાઓને સયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, “ઉપરોક્ત ગુનાની ચોરી હુશેન આમદ સુમરા રહે ગુંદીયાળી તા-માંડવી વાળો સદર ચોરી કરેલ છે* જે હકીકત આધારે હુશેન આમદ સુમરા રહે ગુંદીયાળી વાળાની પુછપરછ કરતા તે જણાવેલ છે કે આ ચોરી અમો તથા નુરમામદ કલામ નોડે રહે લુડીયા તા-ભુજવાળાને કરેલ હોય જેથી ઉપરોકત ગુન્હા કામે મજકુર ઇસમો (૧) હુશેન આમદ સુમરા ઉ.વ.૩૫ રહે ગુંદીયાળી તા-માંડવી તથા (૨) નુરમામદ કલામ નોડે રહે લુડીયા ઉ.વ.૪૦ રહે-લુડીયા તા-ભુજ વાળાઓ ઉપરોકત ગુન્હો કરેલાની કબુલાત આપતા હોય જેથી સદર ગુન્હા કામે બને આરોપીઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી સારૂ માંડવી મરીન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

  • કબ્જે કરેલ મદામાલ
  • મહિંદ્રા કંપનીનું સફેદ ડાલુ જેનો રજી.નં. GJ-06-AX-3287 કિં.રૂ. ૫,૦૦,૦૦૦
  • પશુધન ભેશ-૦૧ કિં.રૂ. ૫૦,૦૦૦
  • પકડાયેલ આરોપી
  • હુશેન આમદ સુમરા ઉ.વ.૩૫ રહે ગુંદીયાળી તા-માંડવી

નુરમામદ કલામ નોડે રહે લુડીયા ઉ.વ.૪૦ રહે-લુડીયા તા-ભુજ

: નીચે મુજબનો વણશોધાયેલ ગુનો શોધી કાઢેલ

  • માંડવી મરીન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૦/૨૦૨૬ બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબ