કચ્છ જીલ્લા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા સંત શ્રી રવિદાસજી મહારાજ જન્મજયંતિ ઊજવાઈ

સંત શ્રી રવિદાસજી મહારાજની જન્મજયંતિ નિમિતે કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન હેઠળ કચ્છ જીલ્લા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો જેમાં કેબિનેટ મંત્રી પ્રધ્યુમનભાઈ વાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી સહિત દેવજીભાઈ વરચંદ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, અનુસૂચિત મોરચા અધ્યક્ષ અશોકભાઈ હાથી, જીલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતીના ચેરમેન પુરષોતમભાઈ મારવાડા સહિતના અગ્રણીઓએ ભુજોડી ગામ ખાતે આવેલ રામદેવપીર મંદિરના પરિસરમાં પ્રારંભે સંત શિરોમણી શ્રી રવિદાસજી મહારાજની પ્રતિમાને હારારોપણ કરીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી અને ત્યાર બાદ સ્થાનિકો સાથે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રાસંગિક વક્તવ્ય આપતા મંત્રી પ્રધ્યુમનભાઈ વાજાએ જણાવ્યું હતું કે પૂજ્ય સંત રવિદાસ એક મહાન સુધારાવાદી સંત હતા જેમણે સમાજમાં પ્રવર્તતી કુરીતિઓ અને ભેદભાવોને દુર કરવા માટે એમની કૃતિઓના માધ્યમથી ક્રાંતિકારી પહેલ કરી હતી જે બદલ એમના આવા મહાન યોગદાનને ક્યારેય ભુલી નહીં શકાય.

શ્રી વરચંદે જણાવ્યું હતું કે ભારતવર્ષની સંત પરંપરાના ઉજળા અને ઉત્કૃષ્ટ વાહક એટલે સંત રવિદાસ કે જેમણે પોતાની વાણી અને વિચારોથી સમાજની રૂઢિઓ અને માન્યતામાં આમૂલ પરિવર્તન આણ્યું હતું જે બદલ દેશ હંમેશા એમનો ઋણી રહેશે અને આજે પણ એમની ચેતના જીવંતપણે, જાગૃતપણે આપણી વચ્ચે જ પ્રવર્તી રહી છે.

આ પ્રસંગે જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પચાણભાઈ સંજોટ, ભુજ તાલુકા ભાજપ અધ્યક્ષ ભીમજીભાઈ જોધાણી, જિલ્લા અનુજાતિ મોરચાના મહામંત્રીઓ રવીલાલભાઈ ગરવા, પ્રેમજીભાઈ મંગેરિયા, પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય નરેશભાઈ મહેશ્વરી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.