ભચાઉના લખાપરમાં 23 વર્ષીય યુવાનને વિજ શોક ભરખી ગયો

man-get-electric-shock-vector-46010387

copy image

copy image

ભચાઉ તાલુકાના લખાપર ગામના સીમ વિસ્તારમાં પવનચક્કી પર વિજ શોક ભરખી જતાં 23 વર્ષીય યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, લખાપર ગામમાં રહેનાર રોહિત વિજય કોળી નામનો યુવાન ગત બપોરના અરસામાં ગામના સીમમાં હતો તે સમયે કોઈ કારણે તેને પવનચક્કીમાંથી વિજ શોક લાગતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.