અંજારના સાપેડાની વાડીમાંથી વાયરની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

copy image

copy image

અંજાર તાલુકાના સાપેડાની વાડીમાંથી વાયરની તસ્કરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, સાપેડામાં રહી ખેતીકામ કરનાર પ્રવીણ શંભુ નારણ ડાંગર દ્વારા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ફરિયાદીની વાડીમાં બોર બનાવવામાં આવેલ છે જેની આસપાસ અન્ય લોકોના પણ બોર આવેલા છે. ગત તા. 1/2ના સાંજના અરસામાં ફરિયાદી પોતાની વાડી હતા તે સમયે બોર બરાબર હતો. બાદમાં બીજા દિવસે સવારે વાડી પર જઈને તપાસ કરતાં બોર સુધીનો 16 એમ.એમ.નો 60 ફૂટ વાયર ગાયબ હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.