દિલ્હીથી ભુજ આવતા વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોમાં ભારે ગભરાટ

file image

file image

દિલ્હીથી ભુજ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો માટે જોખમી સ્થિતિ પેદા થઈ હતી. ભુજ એરપોર્ટ પર ઉતરાણ માટે વિમાને ત્રણ વખત પ્રયાસો કર્યા પરંતુ ટેકનિકલ અવરોધના કારણે લેન્ડિંગ નિષ્ફળ રહ્યું હતું. અંતે ચોથા પ્રયાસમાં પાયલટે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટના દરમિયાન વિમાનમાં સવાર બાળકો અને વૃદ્ધો સહિતના મુસાફરોમાં ભારે ફફડાટ અને તણાવ ફેલાયો હતો. ફ્લાઈટ કેપ્ટને જણાવ્યું હતું કે ટેકનિકલ ક્ષતિના કારણે સાવચેતીના ભાગરૂપે લેન્ડિંગમાં વિલંબ થયો હતો.