જગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભૂજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ હતી. દરમ્યાન એ.એસ.આઇ. નિલેષભાઇ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, જયદેવસિંહ જાડેજા તથા વુ.પો.કોન્સ. રાજીબેનનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાજેન્દ્રસિંહ રાઠોડ તથા દિવ્યરાજસિંહ જાડેજાનાઓને ભીડનાકા દાદુપીર રોડ પાસે આવતા સંયુક્ત રીતે ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, અમુક સ્ત્રી તથા પુરુષ ઇસમો રેલ્વે સ્ટેશન નજીક સીફા હોસ્પીટલની પાછળની બાજુ કોલીવાસમાં જાહેર ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે તીનપત્તીનો રૂપીયાની હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલે જુગાર રમવાનુ ચાલુમાં છે*. જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા નીચે મુજબના ઇસમોને ગંજીપાના વડે રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમતા નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.
આરોપીઓ :-
- વેલજી ધનજી કોલી ઉ.વ. ૪૭ રહે. નવી રેલ્વે પાંજરાપોળ સામે દાદુપીર રોડ ભુજ
- ગુલમામદ જુમા ચાવડા ઉ.વ. ૫૫ રહે. કેમ્પ એરીયા ભીલવાસ પાછળ ભુજ
- ગંગાબેન વેલજી કોલી ઉ.વ. ૪૫ રહે. નવી રેલ્વે પાંજરાપોળ સામે દાદુપીર રોડ ભુજ
કબ્જે કરેલ મુદામાલ
- રોકડા રૂપીયા – ૧૬,૨૫૦/-
- ગંજીપાના નંગ-૫૨, કિ.રૂ.૦૦/-
- મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦૦૦/-
એમ કુલ્લે કિ.રૂ. ૧૭,૨૫૦/- ના મુદામાલ સાથે ઉપરોકત પકડાયેલ ઇસમો વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૨૬/૨૦૨૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.