પત્રી ગામમાંથી રેતી ભરેલ આઈવા ડમ્પર તથા ટ્રેકટર પકડીને કાયદેસરની કાર્યવાહી કરતી પ્રાગપર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ગૌતમ વિવેકાનંદ સાહેબ મુંદરા વિભાગ મુંદરા નાઓએ ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ હોય
જે સુચના અનુસંધાને પ્રાગપર પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર શ્રી એસ.એન ચુડાસમા સાહેબ નાઓની સુચના માર્ગદર્શન હેઠળ પ્રાગપર પોલીસ સ્ટેશન સ્ટાફના પો.હેડ.કોન્સ અશોકકુમાર આશલ તથા પો.હેડ.કોન્સ શિવમભાઈ જોષી તથા પો.કોન્સ સામતભાઈ ગઢવી તથા પો.કોન્સ રામભાઈ ગઢવી નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ મા હતા તે દરમ્યાન પત્રી ગામ ના અંબેધામ મંદીર ની પાછળ ના ભાગે એક આઈવા ડમ્પર તથા એક ટ્રેકટર જેમા ગેર કાયદેસર રેતી ભરેલ હોય જેથી ખાણ ખનીજ વિભાગ ના અધીકારી શ્રીને જાણ કરીને સદર વાહનો ખાણ ખનીજ ધારા મુજબ ડીટેન કરીને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે
સીઝ કરેલ મુદામાલ
(૧) આઈવા ડમ્પર રજી નંબર-જી.જે-૨૪-વી-૬૧૭૨
(૨) ટ્રેકટર રજી નંબર-જી.જે-૧૨-એફ.ડી-૧૫૫૬
ઉપરોકત સફળ કામગીરીમાં પો.ઇન્સ શ્રી એસ.એન.ચુડાસમા સાહેબની સુચનાથી પો.હેડ.કોન્સ અશોકકુમાર આશલ તથા પો.હેડ.કોન્સ શિવમભાઈ જોષી તથા પો.કોન્સ સામતભાઈ ગઢવી તથા પો.કોન્સ રામભાઈ ગઢવી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.