ગાંધીધામ નજીક બે બાઇક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 29 વર્ષીય યુવાને જીવ ખોયો
copy image

ગાંધીધામ નજીક બે બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 29 વર્ષીય યુવાને જીવ ખોયો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે, આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં રહેનાર અજયકુમાર રામકુમાર પુરીલ નામનો યુવક સવારે ગળપાદર તરફથી પોતાની બાઈક પર આવી રહ્યો હતો તે સમયે કોઈ કારણે સામેથી આવતી બાઇક સાથે તેની ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. ટક્કર બાદ આ યુવાન રોડ બાજુ પડયો હતો, તેવામાં ત્યાંથી પસાર થનાર ટ્રકના તોતિંગ પૈડાં તેના માથા પરથી ફરી વળતા ગંભીર ઇજાઓ પગલે તેનું મોત થયું હતું. આ મામલે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.