ભુજમાંથી તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત ત્રણ ખેલીઓની અટક
copy image

ભુજમાંથી તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે જે અનુસાર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજ શહેરના રેલવે સ્ટેશન નજીક કોલીવાસમાં રૂપિયાની હાર જીતનો જુગાર રમાઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી 16000ની રોકડ સાથે એક મહિલા સહિત ત્રણની અટક કરી હતી. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.