પેરોલ જમ્પ આરોપીને મદદગારી કરવાના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને રાજકોટ ખાતેથી પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. અનિરુધ્ધસિંહ રાઠોડ, નિલેશભાઇ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેદ્રભાઇ રાવલનાઓ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૦૧૩/૨૦૨૩ આઇ.પી.સી. કલમ – ૨૧૨, ૨૧૪ મુજબના ગુના કામેનો આરોપી સાજીદશા જાહીદશા શાહમદાર રહે. નવાગામ જી. રાજકોટ વાળો ઉપરોકત ગુના કામે પોતાની ઘરપકડ ટાળવા સારૂ નાસતો ફરતો હોય જે આરોપીને પકડવા માટે સક્રિય હોય તે દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ આધારે આરોપી સાજીદશા જાહીદશા શાહમદાર રહે. નવાગામ જી. રાજકોટ વાળાને નવાગામ વડલા ચોક રાજકોટ મધ્યેથી રાજકોટ પેરોલ ફર્લો સ્કોડની મદદગારીથી પકડી લઇ આગળની કાર્યવાહી સારૂ હસ્તગત કરી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
- પકડાયેલ આરોપી
- સાજીદશા જાહીદશા શાહમદાર ઉ.વ.૨૮ રહે. નવાગામ જી. રાજકોટ