જડસા નજીકથી દેશી બંદૂક સાથે એકની ધરપકડ

police

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ જડસા નજીકથી દેશી બંદૂક સાથે એક ઈશમને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કંથકોટથી જડસા તરફ જતા રસ્તા પર કોઈ શખ્સ દેશી હાથ બનાવટની બંદૂક સાથે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી આરોપી ઈશમને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ ઈશમ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.