ઝઘડિયા GIDCના રંધેરી ગામ નજીક જેટકો વીજ કંપનીના સબ સ્ટેશનમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ

ઝઘડિયા જી.આઈ.ડી.સી.ના રંધેરી ગામ નજીક જેટકો વીજ કંપનીના સબ સ્ટેશનમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર ઝઘડિયા જી.આઈ.ડી.સી.ના રંધેરી ગામ નજીક જેટકો વીજ કંપનીનું ૬૬ કેવી સબ સ્ટેશન આવેલું છે જ્યાં આજરોજ વહેલી સવારે અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી એકાએક આગે વિકારળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ આગને પગલે અધિકારીઓએ ઝઘડિયા ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ વધુ ફેલાતા ફાયરના જવાનોએ અન્ય ચાર ફાયર ટેન્ડરો મંગાવી બે કલાકની મહા મહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

જો કે આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહી થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે સબ સ્ટેશનમાં રહેલ સામાન અને ફીડરો બળીને ખાખ થઈ ગયા હતા બનાવની જાણ થતા જેટકો વીજ કંપનીના અધિકારીઓ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *