Skip to content
પોલીસ મહાનિરીક્ષકશ્રી ડી.બી.વાધેલા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબીયા સાહેબનાઓએ દારૂ જુગારની બદી નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓએ હકીકત આધારે સચોટ બાતમી મેળવી ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ તથા વોચમાં હતા.
દરમ્યાન સચોટ હકિકત મળેલ કે, ઇન્દ્રવીલા સોસાયટી, નવાવાસ, માધાપરમાં રહેતો સાગર વિનોદભાઇ મારૂ પોતાની કબ્જા માલીકીની સ્વીફટ કાર નં. GJ-12-CG-6228 વાળીમાં ઇંગલેન્ડ ખાતે વર્લ્ડ કપની ભારત/વેસ્ટઇંડીઝ વચ્ચેની ૫૦ ઓવરની લીગ મેચમાં રન તથા ઓવરના તફાવત સબંધે ચાલુ વાહનમાં ગ્રાહકો પાસેથી મોબાઇલ ફોનમાં રૂપીયની હાર-જીતનો જુગાર રમી રમાડે છે અને હાલે આ ગાડી ભચાઉ-દુધઇ રોડથી માધાપર તરફ આવી રહેલ છે. તેવી ચોકકસ અને સચોટ માહિતી આધારે લાખોંદ ટોલનાકા પાસે વોચ દરમ્યાન સ્વીફટ કાર નં.GJ-12-CG-6228 વાળી રોકી તપાસ કરતા આરોપી સાગર વિનોદભાઇ મારૂ તથા રાહુલ નટવરલાલ પ્રજાપતિનાઓ આજરોજ તા.ર૭/૦૬/ર૦૧૯ ના રોજ ભારત/વેસ્ટઇંડીઝ વચ્ચેની લીગ મેચનો સટ્ટો *ક્રિકેટ માજા નામની એપ્લીકેશન* ઉપર ખેલીઓ પાસેથી રન-ઓવરના ભાવનો તફાવત અંગે હાર-જીતનો જુગાર રમાડતા મળી આવતા તેના કબ્જામાથી, *મુદામાલ*- *રોકડા રૂા.૧૯,પ૭૦/-*
*મોબાઇલ ફોન નંગ-૬, કિ.રૂા.૧૯,૦૦૦/-*
*જુગાર ખાના તરીકે ઉપયોગમાં લીધેલ સ્વીફટ કાર નં. GJ-12-CG-6228 ની કિ.રૂા.૧,૫૦,૦૦૦/-*
*નોટબુક તથા બોલપેન, કિ.રૂા.૦૦/૦૦*
એમ *કુલ કિ.રૂા.૧,૮૮,૫૭૦/-* ના મુદામાલ સાથે *આરોપીઓ*
*(૧) સાગર વિનોદભાઇ મારૂ, ઉ.વ.૨૭, રહે.ઇન્દ્રવીલા સોસાયટી, નવાવાસ, માધાપર, તા.ભુજ.*
*(ર) રાહુલ નટવરલાલ પ્રજાપતિ, ઉ.વ.૨૮, રહે.ચૈતન્યધામ સોસાયટી, રીલાયંસ પંપની સામે, નવાવાસ, માધાપર, તા.ભુજ*
વાળાઓને *જુગાર ધારાની કલમ-૧૨ મુજબ* ધોરણસર અટક કરી પધ્ધર પો.સ્ટે. ખાતે ફરીયાદ દાખલ કરાવેલ છે.