ભુજના માંડવી તાલુકાના મસ્કા-ગુંદિયાળી માર્ગ પર પત્તા ટીંચતા ત્રણ જુગાર પ્રેમીઓ ઝડપાયા

copy image

copy image

ભુજના માંડવી તાલુકાના મસ્કા-ગુંદિયાળી માર્ગ પર પત્તા ટીંચતા ત્રણ જુગાર પ્રેમીઓ ઝડપાયા જેમાનો એક આરોપી નાશ્યો હતો . મળતી માહિતી અનુસાર મળેલ પૂર્વ બાતમીના આધારે પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ માંડવી તાલુકાના મસ્કા-ગુંદિયાળી માર્ગ પર આવેલા લાઈટ હાઉસની સામે ચેકડેમ પાસે બાવળોની ઝાડીમાં પત્તા વડે હાર-જીતનો જુગાર રમતા ત્રણ જુગાર પ્રેમીઓ સહિત રૂપિયા 96,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જેમાં રોકડા રૂપિયા 21,100, મોબાઇલ ફોન નંગ-3 કિં. રૂા. 30,000 તથા બે મોટરસાઇકલ કિં.રૂા. 45,000 મળી કુલ રૂપિયા 96,100નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો પોલીસે પકડાયેલા ખેલીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.