ગાંધીધામ શહેરમાં પ્રોપર્ટીના મુદ્દે કળિયુગી પુત્રએ પોતાના માતા-પિતા ઉપર હુમલો કર્યો

copy image

copy image

ગાંધીધામ શહેરના ગુરુકુળ વિસ્તારમાં પ્રોપર્ટીના મુદ્દે કળિયુગી પુત્રએ પોતાના માતા-પિતા ઉપર હુમલો કર્યો હતો.વધુ મળતી માહિતી મુજબ શહેરનાં ગુરુકુળ વિસ્તારમાં મહાદેવ મંદિરની બાજુમાં પ્લોટ 29, મકાન નં.-3, વોર્ડ-7-બીમાં રહેનાર રસીલાબેન અને તેમના પતિ લાભશંકર શંભુ અબોટી ગત તા. 2-2ના પોતાના ઘરે હતા તે દરમિયાન તેમના પુત્ર અમિતે મિલકતમાં “મને મારો ભાગ આપો “કહેતા આ અંગે પછી વિચારીશું દંપતીએ કહ્યું હતું. વધુમાં જાણવા મળ્યું છે કે બીજા દિવસે પિતાએ બીડી માગતાં તમે કાંઇ કમાતા નથી, બીડી નહીં મળે તેવું આ અમિતે પોતાના પિતાને કહી પોતાની દીકરીને છીનવી પોતાના પિતાને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. ફરિયાદી રસીલાબેન વચ્ચે પડતાં આ શખ્સે તેમને પણ માર માર્યો હતો અને બંનેને ઘરમાંથી કાઢી મૂકયા હતા. ઘાયલ વૃદ્ધ દંપતીને સારવાર માટે લઇ જવાયા હતા. બનાવને મુદ્દે લોકોમાં ભારે ચકચાર પ્રસરી હતી.