અબડાસાના મોથાળા પાસે સરકારી જમીન પર કરાયેલ ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર

દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપી વિક્રમ સિંહ સોઢાનું દબાણ તોડી પાડયું

અબડાસા તાલુકાના મોથાળા ગામ નજીક નલિયા-ભુજ હાઇવે પર સરકારી જમીન ઉપર કરાયેલ ગેરકાયદેસર દબાણ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી

પોલીસ બંદોબસ્ત સાથે મામલતદાર, પોલીસ અને ફોરેસ્ટ અધિકારીની હાજરીમાં કુલ 12 જેટલા દબાણ તોડી પાડવામાં આવ્યા

કાર્યવાહી દરમિયાન દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપી વિક્રમ સિંહ સોઢા દ્વારા સરકારી જમીન પર કરાયેલ ગેરકાયદેસર દબાણ પણ દૂર કરવામાં આવ્યું

તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી જમીન પર દબાણ કરનાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે