ગાંધીધામ બી ડીવીજન પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ ક૨વા જરૂરી સુચના આપેલ હોય જેથી પોલીસ ઈન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી ની ટીમ ગાંધીધામ ભચાઉ નેશનલ હાઇવે રોડ પર પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મોડવદર ગામના પુલ પાસે આવતા એક મેક્સ પીક અપ ડાલુ જેના રજી.નં-જીજે-૦૭-ટીયુ-૭૪૧૮ વાળુ શંકાસ્પદ આવતા જોવામાં આવતા તેને હાથથી ઇસારો કરી તેમજ બુમ પાડી ઉભુ રાખવા જણાવતા તે ડાલાના ચાલકે મેકસ પીક અપ ડાલુ ઉભુ રાખેલ નહી અને પૂરપાટ ઝડપે ગાંધીધામ જી.આઈ.ડી.સી વિસ્તાર તરફે દોડાવતા તેનો એલ.સી.બી. ટીમ દ્વારા પીછો કરવામાં આવેલ જે બાદ રામદેવપીર મંદિર પાસે રોડનુ સમારકામ ચાલુમાં હોય આગળ વાહન જાય તેમ ન હોય અંધારાનો લાભ લઈને ડાલાનો ચાલક મેકસ પીક-અપ ડાલુ મૂકીને નાશી ગયેલ. ઉપરોકત પીક અપ ડાલાની એલ.સી.બી ટીમ દ્રારા તપાસ કરતા તેમાંથી નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે બી’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.
આરોપીનું નામ
(૧) સફેદ કલરના મહીન્દ્રા મેક્સ પીક અપનો ચાલક તથા માલ મોકલાનાર તથા મંગાવનાર
