કચ્છનાં ગાંધીધામ તાલુકાના પડાણા ગામ નજીક નેશનલ હાઇવે પર આવેલા રાષ્ટ્રીયકૃત બેંકોના એટીએમ તસ્કરોના નિશાને આવ્યા હતા. બંને એટીએમને ગેસ કટરની કાપીને અંદાજિત વીસેક લાખ રૂપિયાની લૂંટ ચલાવાઇ હોવાનું જાણવા મળેલ છે.તો અન્ય એક એટીએમમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો.બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીધામ તાલુકાના પડાણા નજીક નેશનલ હાઇવે પર રાષ્ટ્રીયકૃત બેંકોના એટીએમ આવેલા છે જેમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા અને એક્સીસ બેન્કના સામસામે હાઇવે પર એટીએમ આવેલા છે.ગતરોજ બંને એટીએમમાં તસ્કરોની ગેંગ ત્રાટકી હતી અને ગેસકટરથી એટીએમ કાપી રોકડની લૂંટ ચલાવી હતી તો પુરાવા છુપાવવા સીસીટીવી કેમેરા પર સ્પ્રે છાંટી દીધા હતા.તો ગાંધીધામ બેન્કિંગ સર્કલ નજીક પણ એટીએમમાં ચોરીનો નિષફળ પ્રથાસ થયો હતો અંદાજે વીસેક લાખની ચોરીનું અનુમાન છે. જો કે આ બનાવ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ છે ગઈકાલે રાજકોટમાં જે રીતે એટીએમને નિશાને બનાવી લૂંટ ચલાવાઇ હતી. તે જ ગેંગ દ્વારા એ જ મોડ્સ ઓપરેન્ડીથી કચ્છમાં તરખાટ મચાવવામાં આવ્યો હોવાનું આધા રભૂત સૂત્રો જણાવી રહ્યા છે.