ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કોટેશ્વર ચાર રસ્તાથી ગણેશ નગર સુધી દબાણ હટાવવાનો બીજો રાઉન્ડ શરૂ

કોટેશ્વર ચાર રસ્તાથી ગણેશ નગર સુધી દબાણ હટાવવાની કાર્યવાહીનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. અગાઉ હોટલો પર દબાણ હટાવ્યા બાદ હવે માર્ગની બંને બાજુ આવેલા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. મહાનગરપાલિકાના નાયબ કમિશનર સંજયકુમાર રામાનુજ અને અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. નોંધનીય છે કે સ્થાનિક લોકોએ અને વેપારીઓએ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનોના સેટર અને સામગ્રી હટાવી લઈને પ્રશાસનને પૂરતો સહયોગ આપ્યો હતો, જેના કારણે કામગીરી શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે આગળ વધી રહી છે.