કચ્છ પ્રદેશ જુરાસિક યુગની અણમોલ કુદરતી કૃતિ છે
‘કચ્છ એટલે કચ્છ’માં અપાયેલી અધિકૃત જાણકારી ખરેખર પ્રશંસાને પાત્ર છે. કચ્છ પ્રદેશ જીયોસીન-જુરાસિક યુગની અણમોલ કુદરતી કૃતિ છે તે વખતોવખત સાબિત થયેલું છે.
ડો. પુલીન વસાએ કોટડી મહાદેવ પાસે જેમ ડાયનાસોરનું ઇંડું તથા ગણનાપાત્ર ખોજકાર્ય કર્યું છે તેવું જ સદ્ગત મોહનસિંહભાઇએ પણ એકલવીર તરીકે મહત્ત્વનું કાર્ય કર્યું છે. જે ધીણોધર થાનમાં તેમના દ્વારા સ્થાપિત પ્રાઇવેટ સંગ્રહાલયમાં જોવા મળે છે. આવા જ એક અલગારી સંશોધક હતા સદ્ગત ડો. દેવકૃષ્ણ ટંડન ભુજ અને વીડી (તા. અંજાર) પાસેની સૂચિત ડાયનાસોર ફોસિલ્સ સાઇટ પણ વિસ્તૃત સંશોધન માગે છે. ડો. એચ. એસ. ભુડિયાએ પણ ગંગેશ્વર મહાદેવ ટેકરીઓમાં ફોસિલ્સ પર સારું એવું નોંધપાત્ર સંશોધન કર્યું છે.
આ લખનાર તથા હિતેશ સોની તથા ટીમ। દ્વારા ‘કચ્છના કલરસ્ટોન’ જેવા કે હની કેલ્સાઇટ, બ્લુઝ ગ્રીન તથા ક્રિસ્ટલ, ક્રાયસા કોલા, જેસ્પર તેમજ ગોલ્ડન સ્ટોન જેવા અનોખા કક્લરસ્ટોન કચ્છની સેવામાં રજૂ કરવા પ્રયત્નશીલ છીએ.