અંજારમાં યુવતીની છેડતી અને મારમારી લૂંટ ચલાવનાર નરાધમ વિરુદ્ધ ફોજદારી

chedati

copy image

copy image

અંજારમાં એક યુવતીને મારમારી અને લૂંટ ચલાવનાર નરાધમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, અંજારના રામેશ્વરનગર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો, જ્યા યુવતી કાર લઈને જઈ રહી હતી, તે દરમ્યાન આરોપી શખ્સે ત્યાં આવી ગાડી ઊભી રખાવી હતી અને પિક્ચર જોવા બાબતે બોલાચાલી કરી યુવતીની છેડતી કરી હતી ઉપરાંત માર પણ માર્યો હતો. બાદમાં કારના કાચ તોડી અને રૂા. 12,500 ભરેલા પર્સની લૂંટ મચાવી ફરાર થઈ ગયો હતો. રાતના સમયે બનેલ આ બનાવ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી દીધી છે.