યુવતીઓ સાથેના સંબંધમાં યુવકોને માર માવાના કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. પરંતુ ગોંડલમાં યુવતીને મળવા પહોંચેલા બે પિતરાઇભાઇને અજાણ્યા લોકોએ ધોકા અને પાઇપ વડે ઢોર માર મારતા એકનું મોત નીપજ્યું હતું જ્યારે એકભાઇ ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસ પણ હોસ્પિટલ પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી છે.મળતી માહિતી પ્રમાણે ગોંડલના ચરખડી ગામે રહેતો 17 વર્ષીય જયેશ ઉર્ફે જય કિશોરભાઇ વેગડવા તેના કાકાના પુત્ર દિલીપ સાથે બાઇક પર કોટડા સાંગાણીના કાલંભડી ગામે આજે ગુરુવારે સવારે યુવતીને મળવા ગયો હતો. ત્યાં ઝઘડો થતા જયેશ પર હુમલો કરી ઢોર માર મરાયો હતો. બાદમાં બંન્ને પિતરાઇ ભાઇ બાઇક પર ચરખડી પરત જતા હતા. આ સમયે ચરખડીથી ડૈયા ગામના રસ્તામાં મુંઢ મારને કારણે જયેશ ઢળી પડતા તેનું મોત નિપજ્યું હતું.બનાવ અંગે દિલીપે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા તાલુકાના પીએસઆઇ અજયસિંહ જાડેજા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને જયેશના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જયેશ ખાંટને કાલંભડી ગામમાં જ ઢોર માર મરાયો હોય અને કાલંભડી ગામ કોટડા સાંગાણી પોલીસ મથકની હદમાં આવતું હોય ત્યાં જાણ કરાઇ છે. જયેશ ખાંટ પર હુમલો કરનાર શખ્સો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.