માળિયાથી રાજસ્થાનના પ્રતિબંધિત પથ્થરો ભરેલી આઠ ટ્રક ઝડપાઈ

મોરબી જિલ્લામાં બેફામ ખનીજચોરીની ફરિયાદો વચ્ચે ખાણખનીજ વિભાગ નામની જ કામગીરી કરતી હોવાનું કાગળ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. આવા સંજોગોમાં રાજસ્થાનના પ્રતિબંધિત ફેલસ્પાર ગ્રીડ નામના 3૧3 ટન પથ્થર ભરેલા આઠ ટ્રકને આરઆરસેલની ટીમે માળીયાની હદમાંથી પકડી પાડ્યા હતા. આમ આરઆરસેલે ખાણ ખનીજ વિભાગના અધિકારીનું નાક કાપી હાથમાં દઈ દીધું હતું. આરઆરસેલે માળીયા પોલીસની હદમાં દરોડો પાડી રાજસ્થાનના પ્રતિબંધિત પથ્થર ભરેલા આઠ ટ્રકો ઝડપી ખાણખનીજ વિભાગનું નાક કાપી લીધુ છે. રાજસ્થાનથી મંજુરી નથી તેવા પ્રતિબંધીત પરવાના વગરનો મસમોટો ૩૧૩ ટનથી વધુ પથ્થર ફેલસ્પાર ગ્રીડનો જથ્થો ભરેલ ૮ ટ્રકને પકડી પાડી સીઝ કરી રોયલ્ટી દંડની વસુલાત કરવા તમામ આઠ ટ્રકો માળીયા પોલીસને સોપવામાં આવેલ છે.રાજકોટ રેન્જ આરઆરસેલના પીએસઆઇ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ રસીકભાઇ પટેલ, રામભાઇ મંઢ, સુરેશભાઇ હુંબલ સહીતનો સ્ટાફ માળીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પરવાના વગરના ખાણખનીજ પથ્થર ફેલસ્પાર ગ્રીડ ભરેલ આઠ ટ્રકો મળી આવતા રાજસ્થાનના ચિતોડમાં રહેતા ટ્રક ચાલક વર્દીલાલ ખેમાજી ડોંગી, અકબર સુલેમાન મેવ,દિનેશ બંશીલાલ ડાંગી, મહેન્દ્ર છોટુલાલ જાટ, ભેરૂ લક્ષ્મણજી વૈશ્ણવ, રમેશ કાલુજી રાવત, હારીજ જબ્બર મેવ, શાહરુખ કમરુદીન મેવ નામના શખ્સોને ઝડપી ધોરણસરની કારર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *