ભુજના ચકચારી રૂકસાના મર્ડર કેસના વધુ એક આરોપી સાજીદ દાઉદ ખલીફાની જામીન અરજી ભુજ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. રૂકસાનાના મર્ડર બાદ ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે સાજીદ રૂકસાનાનો મોબાઈલ ફોન લઈ અમદાવાદ ગયો હતો. અમદાવાદ રેલવે સ્ટેશન વિસ્તારમાંથી તેણે રૂકસાનાના પ્રેમી બની રૂકસાનાના પુત્ર સોહિલ સાથે વાત કરી તારી મા મારી સાથે ભાગી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેણે મોબાઈલ ફોન રેલવે સ્ટેશન નજીક કચરા પેટીમાં નાખી પુરાવાનો નાશ કર્યો હતો.જો કે, તેમ છતાં રૂકસાનાની ભેદી ગુમશુદગી અંગે શંકાઓ વધતાં 3 મહિના બાદ સાજીદ તેની પત્ની સાથે અજમેર શરીફ ગયો હતો. જ્યાં એક હોટેલમાં તેણે રૂકસાનાનું આઈકાર્ડ આપી રૂકસાનાના નામે હોટેલમાં રૂમ ભાડે રાખી રજિસ્ટ્રેશનમાં રૂકસાનાની ખોટી સહી કરી હતી. એટલું જ નહીં અન્ય એક મોબાઈલ પરથી રૂકસાનાની દીકરી અને તેના ભાઈ સાથે મોબાઈલ પર વાત કરી રૂકસાના જીવિત હોવાની ભ્રમજાળ ફેલાવી મર્ડરને છૂપાવવા પ્રયાસ કર્યો હતો. આ કેસમાં સાજીદે કરેલી નિયમિત જામીન અરજીને સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ એચ.બી. જાડેજાએ ધારદાર દલીલો કરી હતી. ફરિયાદી પક્ષે એડવોકેટ મજીદ એલ, મણિયાર અને નિઝાર એમ. ભાંભવાણીએ રૂકસાનાના ભાઈ સલીમ અનવર માંજોઠી વતી જામીન અરજી સામે લેખીત વાંધા રજ્ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મર્ટ્મ રૂકસાનાની તેના પતિએ ષડયંત્ર રચી હત્યા કરી તેની લાશ દાટી દીધી હતી. ત્યારબાદ રૂકસાના તેના પ્રેમી સાથે નાસી ગઈ હોવાનુંનાટક કર્યું હતું. પરંતુ, મહિનાઓ સુધી પોલીસે કરેલી સઘન તપાસમાં સમગ્ર હત્યાનો પર્દાફાશ થયો હતો.