મુન્દ્રા તાલુકાના  ૨૦૬ શિક્ષકોને આપત્તિ વ્યવસ્થાપન માટે તાલીમબધ્ધ કરાયા

મુન્દ્રા, તા. ૫: તાજેતરમાં બ્લોક રિસોર્સ સેન્ટર મુન્દ્રા ખાતે  તાલુકાની ૧૦૩ પ્રાથમિક શાળાઓના ૨૦૬ શિક્ષકો માટે વિવિધ પ્રકારની આપત્તિ અને બચાવ અંગેની જાણકારી આપવા માટે તાલુકા કક્ષાની તાલીમ યોજાઈ ગઈ જેમાં દીપ પ્રાગટય બાદ આવેલ આચાર્યો અને મદદનીશ શિક્ષકોનું બી.આર. સી. કો-ઓર્ડીનેટર ડો.મોહનલાલ પરમારે શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તાલુકા શિક્ષક સમાજના મનહરસિંહ ઝાલા તથા કિશોરસિંહ ચુડાસમા દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવેલ.અદાણી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા શાળામાં આગ લાગે ત્યારે રાહત-બચાવ કામગીરી સાથે પ્રાથમિક સારવાર-ઉપચાર અંગે મોકડ્રિલ યોજી શિક્ષકગણને માહિતગાર કરવામાં આવ્યા હતા. મુન્દ્રા ૧૦૮ ની ટિમ દ્વારા અકસ્માતથી લઈને ફોન કોલ, પ્રાથમિક સારવાર, સંદર્ભ સેવાઓ તેમજ અપતિના જુદા જુદા પ્રકાર અંગે નિદર્શન સાથે શિક્ષકોને માહિતગાર કરાયા હતા. જેમાં ૧૦૮ ઇએમટી ઈશ્વરભાઈ સાથે પાયલોટ દેવેન્દ્રસિંહ ઝાલા સહયોગી રહ્યા હતા.બીઆરસી તજજ્ઞ તૃપ્તીબેન ઠાકર, વિક્રમ દેસાઈ, સમીર ચંદારાણા તથા જયંતિ મરંડ દ્વારા ભૂકંપ, પુર, સુનામી, વાવાઝોડું, હિટવેવ કે આગ જેવી કુદરતી આપત્તિઓ તથા ફુડ પોઇઝનિંગ, અકસ્માત, વીજશોક જેવી માનવસર્જિત આપદાઓ સામે માનવજાતને બચાવવા તથા ઓછું નુકશાન થાય તેવી જ્ઞાન સભર તાલીમ આપવામાં આવી હતી. તાલીમને સફળ બનાવવા બ્લોક રીસોર્સ સેન્ટર મુન્દ્રાના કો-ઓર્ડીનેટર ડો.મોહનલાલ પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવેલ તથા કાર્યક્રમનું સંચાલન જયરાજ સરવૈયા દ્વારા કરવામાં આવેલ.મુન્દ્રા, તા. ૫: તાજેતરમાં બ્લોક રિસોર્સ સેન્ટર મુન્દ્રા ખાતે  તાલુકાની ૧૦૩ પ્રાથમિક શાળાઓના ૨૦૬ શિક્ષકો માટે વિવિધ પ્રકારની આપત્તિ અને બચાવ અંગેની જાણકારી આપવા માટે તાલુકા કક્ષાની તાલીમ યોજાઈ ગઈ જેમાં દીપ પ્રાગટય બાદ આવેલ આચાર્યો અને મદદનીશ શિક્ષકોનું બી.આર. સી. કો-ઓર્ડીનેટર ડો.મોહનલાલ પરમારે શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તાલુકા શિક્ષક સમાજના મનહરસિંહ ઝાલા તથા કિશોરસિંહ ચુડાસમા દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવેલ.અદાણી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા શાળામાં આગ લાગે ત્યારે રાહત-બચાવ કામગીરી સાથે પ્રાથમિક સારવાર-ઉપચાર અંગે મોકડ્રિલ યોજી શિક્ષકગણને માહિતગાર કરવામાં આવ્યા હતા. મુન્દ્રા ૧૦૮ ની ટિમ દ્વારા અકસ્માતથી લઈને ફોન કોલ, પ્રાથમિક સારવાર, સંદર્ભ સેવાઓ તેમજ અપતિના જુદા જુદા પ્રકાર અંગે નિદર્શન સાથે શિક્ષકોને માહિતગાર કરાયા હતા. જેમાં ૧૦૮ ઇએમટી ઈશ્વરભાઈ સાથે પાયલોટ દેવેન્દ્રસિંહ ઝાલા સહયોગી રહ્યા હતા.બીઆરસી તજજ્ઞ તૃપ્તીબેન ઠાકર, વિક્રમ દેસાઈ, સમીર ચંદારાણા તથા જયંતિ મરંડ દ્વારા ભૂકંપ, પુર, સુનામી, વાવાઝોડું, હિટવેવ કે આગ જેવી કુદરતી આપત્તિઓ તથા ફુડ પોઇઝનિંગ, અકસ્માત, વીજશોક જેવી માનવસર્જિત આપદાઓ સામે માનવજાતને બચાવવા તથા ઓછું નુકશાન થાય તેવી જ્ઞાન સભર તાલીમ આપવામાં આવી હતી. તાલીમને સફળ બનાવવા બ્લોક રીસોર્સ સેન્ટર મુન્દ્રાના કો-ઓર્ડીનેટર ડો.મોહનલાલ પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવેલ તથા કાર્યક્રમનું સંચાલન જયરાજ સરવૈયા દ્વારા કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *