રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સરકારની આરોગ્ય સેવાઓ વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ પૈકી મા અમૃતમ યોજનાના લાભાર્થીઓને કાર્ડ બનાવવા માટેનો ખાસ કેમ્પ ગત ગુરુવારે ભુજ ખાતે આવેલ સરકારી બાળ ગૃહ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત ભુજ, સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તથા જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે મા કાર્ડ બનાવવા અંગેના ખાસ કેમ્પનું આયોજન સમાજ સુરક્ષા અધિકારી એ.પી. રોહડીયા તેમજ ચિલ્ડ્રન હોમના બાળકોની ખાસ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સમાજ સુરક્ષા ખાતું – ગાંધીનગર અંતર્ગત ભુજ ખાતે આવેલ બાળ સંભાળ ગૃહના બાળકો માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા મુખ્યમંત્રી અમૃતમ યોજના અન્વયે નોંધણી કેમ્પમાં બાળકોને સ્થળ પર જ કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. બાળ સંભાળ ગૃહમાં રહેતા બાળકો માટે મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ કાઢી આપવાના યોજાયેલા ખાસ કેમ્પમાં જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચીવ બી.એન. પટેલ, જિલ્લા બાળ સુરક્ષા એકમ પુનીતભાઇ નથવાણી, સમાજ સુરક્ષા અધિકારી એ.પી. રોહડીયા, આરોગ્ય વિભાગમાંથી મા કાર્ડ બનાવવા માટેની નોડલ એજન્સીના બીપીનભાઇ આહીરશિવદત્તસિંહ ચૂડાસમાએ જહેમત ઉઠાવી હતી.