ભુજમાં ભીમ આર્મી ભારત એકતા મિશન સંગઠનની કચ્છ જિલ્લાની બેઠક મળી

ભુજ તા. 13/03/2026 આજ રોજ ભુજ સર્કિટ હાઉસ ખાતે ભીમ આર્મી ભારત એકતા મિશન સંસ્થા દ્વારા યોજાયેલ મિટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને સંગઠન વ્યાપ વધારવા માટે તાલુકા તેમજ છેવાડાના ગામોમાં લોકો સુધી પહોંચવું તેઓની સમસ્યા વિશે જાણવા અને નિવારણ લાવાના શક્રિય પ્રયાસો કરવા અંગે ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત જિલ્લામાં વધી રહેલી ગેર કાયદેસરની પ્રવૃત્તિઓ સામે વિરોધ લડત ચલાવવા મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ સાથે મહિલા વિંગમાં પાર્વતીબેન શેખવા,ને જિલ્લા મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી તેમજ માવજીભાઈ હિંગણા ની કચ્છ જિલ્લા મીડિયા કન્વીનર તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી
ત્યારે આ મિટિંગમાં ભીમ આર્મી ઉપાધ્યક્ષ ઇકબાલ જત, જીલ્લા અધ્યક્ષ હરિભાઈ પરમાર,પ્રભારી લક્ષ્મણ ભાઈ વાઘેલા,અનીસભાઈ જુણેજા, આંબા ભાઈ રાઠોડ,ભીમજીભાઈ ભૂચિયા,દેવજીભાઈ મણવર,દેવજીભાઈ દાફડા, ગાંધીધામ તાલુકા કરશનભાઈ રાઠોડ,નખત્રાણા તાલુકા પ્રમુખ દિનેશ ભાઈ ખોખર, હીરેન મારવાડા, માંડવી તાલુકા પ્રમુખ હરેશ પી રોશિયા,નરેશભાઈ ભોઇયા, સંજોટ કિશન,રાજેશ શિવજી રતડ,જિલ્લા મહિલા વિંગ પ્રમુખ ભારતી બેન ગરવા, તાલુકા પ્રમુખ રાધાબેન વાગેલા,ઉપપ્રમુખ ચેતના ગોસ્વામી, સહિત ના હોદેદારો આજ ની મિટિંગ માં હાજર રહ્યા હતા