મૃત્યુનો આ બનાવ નગરપાલિકાના સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરની બેદરકારીથી થયો હોવાનો આરોપ કરી વિપક્ષ કોંગ્રેસે પાલિકાના બેજવાદબાર પદાધિકારી-અધિકારી વિરુધ્ધ આઈપીસીની વિવિધ કલમો તળે ફરિયાદ નોંધવા રજૂઆત કરી હતી.જો કે, પોલીસે એફઆઈઆર દાખલ ના કરતાં વિપક્ષે આજે આ અંગે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી છે. ગત ત્રીજી જૂલાઈના રોજ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં કોંગ્રેસના વિપક્ષી નગરસેવકોએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે આ અંગે લેખીત ફરિયાદ આપી હતી. જાડેજા અને સાથી નગરસેવકોએ આજે એસપીને રૂબરૂ મળી આ ફરિયાદ સત્વરે દાખલ કરાવવા વિનંતી કરી હતી. જેથી ગુનેગારોને સજા થાય અને મૃતક યુવકના પરિવારને ન્યાય મળે. ઉલ્લેખનીય છે કે, 30મીની રાત્રે નાગોર રોડ પર સર્જાયેલી આ દુર્ઘટના બાદ અન્ય સંસ્થાઓએ પણ પાલિકાનો ઘેરાવ કરી જવાબદારો સામે પગલાં લેવા રજૂઆત કરી હતી. બીજી તરફ, પાલિકાએ દુર્ઘટનામાં સીધી રીતે કોઈની જવાબદારી હોવાનો ઈન્કાર કરી મૃતક યુવકના પરિવારજનોને કોન્ટ્રાક્ટર પાસેથી વળતર અપાવ્યું હતું.