પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોઘી કાઢતી પ્રાગપર પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ, મુંદરા વિભાગ, મુંદરાનાઓએ દારૂ તથા જુગારની બદી નાબુદ કરવા સુચના કરેલ હોઇ, જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા નાઓના માર્ગદર્શન હેઠળ પ્રાગપર પો.સ્ટે.ના સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ ઈન્ચાર્જ પો.હેડ.કોન્સ. ભરતકુમાર એમ.ગેલોત નાઓને ખાનગીરાહે સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળેલ કે, સામરા ઉર્ફે મોહનભાઈ પતરામલ બઢા (ગઢવી) રહે.વવાર તા.મુંદરા જી.કચ્છ વાળો વવાર ગામથી નેશનલ હાઈવે પર પોતાના કબ્જાની કાળા કલરની બોલેરો ગાડીમાં દેશી દારૂ ભરીને કાંડાગરા ગામ તરફ આપવા જાય છે” જે મળેલ બાતમી હકીકત આધારે તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી બોલેરો ફોર વ્હીલર ગાડી પકડી પાડી નીચે મુજબની વિગતે મુદ્દામાલ કબ્જે કરેલ छे.
- મુદામાલની વિગત :-
(૧) દેશીદારૂ લીટર-૭૨૦ કિ.રૂ.૧,૪૪,૦૦૦/-
(૨) મહેન્દ્રા કંપની નિઓ બોલેરો ગાડી રજી. નંબર GJ-12-FF-8572 વાળી કિ.રૂ. ૭,૦૦,૦૦૦/-એમ કુલ્લ ૮,૪૪,૦૦૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીનું નામ/સરનામું :-
- સામરા ઉર્ફે મોહન પતરામલભાઈ બઢા (ગઢવી) ઉ.વ. ૩૨ રહે.વવાર તા.મુંદરા જી.કચ્છ
વોન્ટેડ આરોપીનું નામ/સરનામું :-
- દશરથસિંહ ઉર્ફે દસુભા બાલુભા જાડેજા રહે. કાંડાગરા તા.મુંદરા જી.કચ્છ
આ કામગીરી કરનાર પોલીસ અધિકારી/ કર્મચારીઓ :-
આ કામગીરીમાં પો.ઇન્સ.શ્રી એસ.એન.ચુડાસમા નાઓની સુચનાથી પોલીસ સ્ટાફના એ.એસ.આઇ. પુનશીભાઈ એલ.સેડા તથા ગોપાલભાઇ દામજીભાઇ ધુઆ તથા પો.હેડ કોન્સ. ભરતકુમાર એમ.ગેલોત તથા પો.કોન્સ. લાલજી રૂડાભાઇ આલ તથા સામતભાઈ સવરાજભાઈ ગીલવા નાઓ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા.