વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 કલાકમાં કરી ચાર દેશ સાથે ચર્ચા

copy image

copy image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 કલાકમાં ચાર દેશ સાથે ચર્ચા કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત બુધવાર કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ અલ-ખાલિદ અલ હમદ અલ-મુબારક અલ સબાહ સાથે વાત કરી હતી. તેમજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોં સાથે પણ ફોન પર વાત કરતાં મોદીએ પશ્ચિમ એશિયામાં તાણ ઘટાડવા તાત્કાલિક પગલાં લેવાની જરૂરત પર ભાર મૂક્યો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે, ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારિક સાથે વાતચીતમાં તેમને ભાઇ તરીકે સંબોધન કરેલ હોવાનું સામે આવ્યું છે. બંને નેતાઓ સંવાદ અને કૂટનીતિ દ્વારા શાંતિ સ્થાપવાની જરૂરિયાત પર સહમત થયા હતા.