લ્યો બોલો : ઝીંકડીની ત્રિપુટી વિરુદ્ધ વધુ એક ચોરીની ફરિયાદ નોંધાઈ

copy image

copy image

ઝીંકડીની ત્રિપુટી વિરુદ્ધ વધુ એક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ચોરીના ગુનામાં ઝડપાયેલી ઝીંકડીની ત્રિપુટી પર એક બાદ એક ચોરીના ગુના નોંધાઇ રહ્યા છે. ત્યારે તેમના વિરુદ્ધ નાની રેલડીની વાડીમાંના બોરવેલના વાયરની ચોરી અંગે વધુ એક ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. પદ્ધર પોલીસ મથકે ગણેશભાઇ ચાડ (આહીર)એ નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 14-2ના રોજ ફરિયાદીની દેખરેખ હેઠળની નાની રેલડીની વાડી પરથી પાણીના બે બોરવેલના વાયર અને ડ્રીપની મોટર તથા તેના વાયર એમ કુલે રૂા. 69,500ની મુદ્દામાલની ચોરી થઈ હતી. જે હરકત આ ઝીંકડીની ત્રિપુટીની હોવાનું સામે આવતા ગુનો નોંધાયો છે.