મધ્ય પૂર્વના ભીષણ યુદ્ધની સૌથી માઠી અસર પાકિસ્તાનમાં : પાક. સરકારએ લીધા કોરોના જેવા નિર્ણય

image-216

copy image

copy image

ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સૌથી માઠી અસર પાકિસ્તાનમાં જોવા મળી રહી છે ત્યારે સૂત્રનું કહેવું છે, પાકિસ્તાનમાં ઈંધણનું મોટું સંકટ પેદા થતાં સરકારે જનતાને પેટ્રોલ-ડીઝલનો વપરાશ મર્યાદિત કરવા કડક સૂચનો કર્યા છે. ઉપરાંત પાકિસ્તાનનો રિઝર્વ સ્ટોક સમાપ્ત થવાના આરે છે. પરિસ્થિતીને અનુરૂપ વડાપ્રધાન શહેબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમ કે, તમામ સરકારી કચેરીઓમાં હવે સપ્તાહમાં માત્ર 4 દિવસ જ કામ થશે. જે વિભાગોમાં શક્ય હોય ત્યાં 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવા આદેશ જારી કરાયો છે.