ગાંધીનગર ;ઉર્જામંત્રી સૌરભ પટેલે વિધાસભામાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં લિગ્નાઇટની ખાણોથી રોજગારીની તકો વધી છે અને ઉદ્યોગોને ફાયદો થયો છે. કચ્છ જિલ્લામાં લિગ્નાઈટની ખાણો અંગેના જવાબમાં માહિતી આપતાં જણાવ્યું કે, જિલ્લામાં ત્રણ ખાણો ચાલું છે અને બે ખાણો બંધ છે. ખાણો બંધ રહેવાના કારણો અંગે મંત્રીએ જણાવ્યું કે, નારાયણ સરોવર ચિંકારા અભ્યારણ્ય ઇકો સેન્સેટીવ ઝોનને કારણે બંધ છે અને બીજી ખાણમાં લિગ્નાઈટનો જથ્થો પૂર્ણ થયેલો છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, જુલરાઈ, વાધા, પધ્ધર વિસ્તારમાં ઈકૉ સેન્સીટીવ ઝોનના ‘ના વાંધા પ્રમાણપત્ર’ રજૂ થયેથી ચાલુ કરવામાં આવશે