એચ.જે.ડી. ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ (કચ્છ)નું ઝળહળતું પરિણામ
ચાર વિદ્યાર્થીઓએ રાજયમાં ટોપ ૧૦માં સ્થાન મેળવ્યું
ભુજ તાલુકાના કેરા નજીક આવેલી સ્વ. કાનજી કરસન હાલાઇ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એચ.જે.ડી. ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ (કચ્છ)ના વિદ્યાર્થીઓએ ફરીથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં ડંકો વગાડ્યો.
કોલેજના સિવિલ વિભાગના નરેન્દ્રકુમાર ખીમાભાઈ પ્રજાપતિ એ M.E. STRUCTURAL ENGINEERING માં CPI 8.83 સાથે યુનિવર્સીટીમાં સમગ્ર ગુજરાતમાં પાંચમુ સ્થાન, કિરન લાલજીભાઈ વાઘજીયાણી એ CPI 8.76 સાથે આઠમું સ્થાન અને શ્રુતિ ભરતભાઈ શાહ એ CPI 8.66 સાથે દશમું સ્થાન, ઇલેક્ટ્રિકલ વિભાગના ઠક્કર ખુશાલી પ્રમોદભાઈ એ M.E. ELECTRICAL ENGINEERING માં CPI 8.74 સાથે પાંચમુ સ્થાન, મિકેનિકલ વિભાગના કલ્યાણ ગૃશા ઉપેન્દ્રભાઈ એ M.E. CAD/CAM માં CPI 8.90 સાથે અગિયારમું સ્થાન પ્રાપ્ત કરેલ છે. સમગ્ર કૉલેજના ડીગ્રી એંજીન્યરિંગમાં કોમ્પ્યુટર વિભાગનું (97.80 %), મિકેનિકલ વિભાગનું (95.41 %), ઇલેક્ટ્રિકલ વિભાગનું (89.23 %), અને સિવિલ વિભાગનું (88.65 %) સાથે પ્રથમ શ્રેણીમાં ઉતીર્ણ થયેલ છે. સાથેસાથ કૉલેજના ડીપ્લોમા એંજીન્યરિંગમાં ઇલેક્ટ્રિકલ વિભાગનું (100 %) પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમાંક એચ.જે.ડી. ઇન્સ્ટીટયુટનો આવેલ છે.
આ ભવ્ય પરિણામ બદલ તમામ વિદ્યાર્થીઓ અને તમામ વિભાગને સંસ્થાના માનનીય ચેરમેન શ્રી જગદીશભાઈ હાલાઇ, વ્યવસ્થાપક શ્રી હિરેન વ્યાસ, પ્રિન્સીપાલ શ્રીમતી ડૉ. કલ્પના માહેશ્વરી, ઇન્સ્ટીટયુટ કોર્ડિનેર શ્રીમતી રસિલા હીરાણી અને કોલેજના તમામ સ્ટાફગણે શુભેચ્છઓ આપી હતી.